૧. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો?
- ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ (કલકત્તા)
૨. સ્વમી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ શું હતું?
- નરેન્દ્રનાથ
૩. સ્વામી વિવેકાનંદની રામકૃષ્ણ પરમહંસ સાથેની પહેલી મુલાકાત ક્યારે થઇ?
- નવેમ્બર ૧૯૮૧માં
૪. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
- રામકૃષ્ણ પરમહંસ
૫. સ્વામી વિવેકાનંદએ રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના ક્યારે કરી?
- ૧ મે ૧૮૯૭ના
૬. ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’- આ વાક્ય કોનું છે?
- સ્વામી વિવેકાનંદનું
૭. ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિ કયા દિવસના રૂપમાં મનાવાય છે?
- રાષ્ટ્રીય યુવા દિવસ
૮. ભારત સરકારે સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિને રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કયારે કરી?
- વર્ષ ૧૯૮૫
૯. વિવેકાનંદ રોક મેમોરિયલ કયાં આવેલું છે?
- કન્યાકુમારી (તામિલનાડુ)
૧૦. સ્વામી વિવેકાનંદને ક્યા દેશનાં વેદાંત ને યોગના જન્મદાતા ગણવામાં આવે છે?
- યુરોપ અને અમેરિકા
૧૧. સ્વામી વિવેકાનંદ અમેરિકા તથા ઈંગ્લેંડમાં કઈ સોસાયટીની સ્થાપના કરી?
- વેદાંત સોસાયટીની
૧૨. સ્વામી વિવેકાનંદનું મૃત્યુ કયારે થયું હતું?
- ૪ જુલાઈ ૧૯૦૨ (બેલૂર)
સેવા અને કરુણાની મૂર્તિ ‘મધર ટેરેસા’
મધર ટેરેસા ભારતીય ન હોવા છતાં આજીવન સવાયા ભારતીય તરીકે ભારતમાં રહીને ગરીબો અને પીડિતોની સેવામાં જીવન વ્યતીત કરનાર સેવા અને કરુણાની મૂર્તિ છે. તેમનો જન્મ ૨૬ ઓગસ્ટ, ૧૯૧૦ના રોજ રિપબ્લિક ઓફ મેસેડોનિયમાં થયો હતો. તેમનું પૂરું નામ ‘એગ્નેસ ગોન્ક્સા બોજાક્સુ’ હતું. પરંતુ તેમણે ૧૯૩૧માં ધાર્મિક શપથ લીધા પછી સંત થેરેસ લિસીઅક્સના નામ પરથી ટેરેસા નામ પસંદ કર્યું હતું. ૧૯૫૦માં તેમણે ભારતના કોલકતામાં ઠેકઠેકાણે ચેરિટી મિશનરિઝની સ્થાપના કરી હતી. સળંગ ૪૫ વર્ષ સુધી તેમણે ગરીબ,માંદા,અનાથ અને મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરીઝના વિસ્તરણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.
૧૯૭૦ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબ અસહાયોના વકીલ તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પામી ચુક્યા હતાં. ૧૯૭૯માં તેમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મળ્યું અને તેમના માનવતા અને લોકોપકારી કાર્યો માટે ૧૯૮૦માં તેમને ભારતના સર્વોચ્ચ બહુનામ ભારત રત્ન દ્વારા નવાજવામાં આવ્યાં હતાં. તેમનાં મૃત્યુ સમયે ૧૨૩ દેશોમાં આવા ૬૧૦ મિશન ચાલતાં હતાં.
ઉગતો અને આથમતો સૂર્ય લાલ રંગનો દેખાય છે.
સૂર્ય એ આપણા સૂર્યમંડળના મધ્યભાગમાં આવેલો અંત્યત ગરમ અને સ્વંયપ્રકાશિત તારો છે. પૃથ્વી તેમજ અન્ય ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આપણા સૂર્યમંડળનો મુખ્ય ઘટક સૂર્ય એ પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. સૂર્યનો પ્રકાશ મેઘધનુષ્યના છ રંગોના મિશ્રણથી બનેલો છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તે દૃશ્ય જોવાનું લગભગ સૌ કોઈને આકર્ષણ હોય છે.
આ સમયે એટલે કે સુરજ ઉગે ત્યારે અને આથમે ત્યારે થોડોક સમય માટે આપણે જોઈએ છીએ કે સુરજ લાલ રંગનો દેખાય છે. એના પાછળનું કારણ છે કે સુરજના પ્રકાશનું વહેંચાઇ જવું. સૂર્ય જયારે પૃથ્વીની ધરી પાસે હોય છે ત્યારે સૂરજનાં કિરણો વાતાવરણમાં એક મોટો થર પાર કરીને પૃથ્વી સુધી પહોચતાં પહોચતાં સુરજના કિરણોનો જાંબલી અને વાદળી રંગનો વધુ પડતો ભાગ હવામાં અને ધૂળના કણોમાં વહેંચાઇ જાય છે. આ બને રંગ વિખેરાઈ ગયા પછી પૃથ્વી પર માત્ર બાકી રહેલો લાલ રંગનો પ્રકાશ જ પહોચે છે. આ રીતે ઉગતો અને આથમતો સૂર્ય લાલાશ પડતો દેખાય છે.
‘ફ્લાવર ટાવર’
વર્તમાન સમયમાં વધતા જતા ગ્લોબલ વોર્મિંગના પ્રમાણના કારણે પર્યાવરણમાં તેમજ આપણી ઋતુઓમાં વધુ પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આ કારણોસર મોટાભાગે શહેરના લોકો કુદરતના શરણે નમવા લાગ્યા છે. અને કુદરતની આસપાસ વધુને વધુ કેવી રીતે રહેવું તે પસંદ કરવા લાગ્યા છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડતી ઈમારત પેરિસમાં જોવા મળે છે. આ ઈમારતને ‘ફ્લાવર ટાવર’ તરીકે ઓળખવામાં આવે છે.
ફ્રાન્સની રાજધાની અને એફિલટાવર માટે પ્રખ્યાત પેરીસ એ જીડીપી અનુસાર વિશ્વમાં ૫ માં સ્થાને તેની અનોખી ઈમારતોના કારણે ખુબ જાણીતું છે. ત્યાં એક દસ માળ ઊંચી ઈમારત આવેલી છે, જે સંપૂર્ણપણે ૩૮૦ જેટલા મોટા કુંડા અને ઝાડ વડે ઢંકાયેલી છે. તેમજ આ ‘ફ્લાવર ટાવર’ના તમામ કુંડામાં વાંસના છોડ ઉગાડવામાં આવેલા છે, જે ખુબજ ફેલાયેલા છે. અને બધાજ કુંડા બાલ્કનીમાં ફિક્ષ કરવામાં આવેલ છે. અને તેમાં ‘ઓટોમેટીક વોટરીંગ સીસ્ટમ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી રહેવાસી ક્યારેક બહાર ગયા હોય ત્યારે પણ છોડને પાણી મળી શકે. આ ઈમારતને ‘Edouard Francois’દ્વારા ડીઝાઇન કરવામાં આવેલ છે.
આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ
પૃથ્વીની આસપાસ વાયુમંડળમાં રહેલા ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાણવણી માટે ૧૯૯૫થી સમગ્ર વિશ્વમાં ૧૬ સપ્ટેમ્બરના દિવસને ‘વિશ્વ ઓઝોન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સૂર્યના કિરણોમાંથી નીકળતાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતાનું નિયમન કરવાનું કાર્ય આ ઓઝોન પડ કરે છે. આ કિરણો ઓઝોન પડમાંથી ફિલ્ટર થઈને પડે છે. નહીં તો ચામડી ઉપર ખંજવાળ જેવા લાંબા ગાળાની સતત અસરથી ચામડીનું કેન્સર થવાની સંભાવના રહેલી છે.
માનવજાતે પ્રગતિની હોડમાં પર્યાવરણને પ્રદુષિત કર્યું છે. જેને કારણે પર્યાવરણમાં મોટો બદલાવ આવતો જાય છે. માનવ સ્વાસ્થ્ય તથા કુદરતી સૃષ્ટિ પર થઈ રહેલી વિપરીત અસરોમાં પૃથ્વીના ઓઝોન પડમાં ગાબડાં પડ્યા હોવાનો વૈજ્ઞાનિક મત છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ લાવવાં માટે વિવિધ કાર્યો કરવામાં આવે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીને બચાવતા ઓઝોન વાયુનાં પડને થઈ રહેલા નુકસાનને ઓછું કરવાની જાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે.