Tuesday 16 August 2016

BREAKING NEWS:-SATMA PAGAR PUNCH NI CABINETS API MAJURI

BREAKING NEWS:-SATMA PAGAR PUNCH NI CABINETS API MAJURI





ગાંધીનગર : કેન્દ્ર સરકારે કર્મચારીઓને 1લી ઓગસ્ટથી પગારના અમલ કરવાની જાહેરાત કરતા જ તેના અમલને વધાવી લેતા ગુજરાત સરકારે પણ તા. 1 લી ઓગસ્ટથી સાતમાં પગાર પંચનો અમલ કરવાની જાહેરાત કરી છે. કર્મચારીઓને 7 મહિનાનું એરિયર્સ ચુકવાશે, જોકે તે કઈ રીતે ચુકવણી કઈ રીતે કરવી એરિયર્સ ચુકવણી કમિટીની ભલામણના આધારે કરાશે. અગાઉ તત્કાલિન મુખ્યમંત્રી આંદીબેન પટેલ રાજ્ય સરકાર દ્વારા સાતમા પગાર પંચનો અમલ તા. 1 ઓગસ્ટ, 2016થી કરવાની જાહેરાત કરી હતી. જેને આજે નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં બહાલી અપાઈ છે.
 
સાત જેટલા ભથ્થા અંગે નિર્ણય કમિટી કરશે

કર્મચારીઓને પગારમાં વધારો જાહેર કરી દેવાયો છે જો કે, ઘરભાડું, આરોગ્ય સહિતના સાત જેટલા ભથ્થાઓ નિર્ણય હવે થશે. આ મુદ્દે હજુ કેન્દ્ર સરકારે જ કમિટી રચી હોવાથી તેને સાથે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી કમિટી ચર્ચા કરશે, જે બાદ ભથ્થા અંગે નિર્ણય લેવાશે. આમ છતાં 8.77 લાખ કર્મચારીઓને રૂ. 6 હજારથી લઇને 18 હજાર સુધીના પગાર વધારો આ પગારથી મળવાનું શરૂ થઈ જશે. સાતમા પગાર પંચની ભલામણોમાં નક્કી કરાયેલા મેટ્રિક અનુસાર વર્ગ-4ના કર્મયોગીઓથી લઇને વર્ગ-1ના કર્મચારીઓ-અધિકારીઓને પગારપંચ દ્વારા નક્કી કરાયેલા મેટ્રિક પ્રમાણે 14.60 ટકાથી 25 ટકા સુધીનો અંદાજે વધારો મળશે. કર્મચારીઓને 1 જાન્યુઆરીથી જુલાઇ, 2016 સુધીનું એરિયર્સ તબક્કાવાર ચૂકવાશે. 
 
કયા વર્ગને કેટલો વધારો મળશે
 
સરકારના વર્ગ એકના અધિકારીઓને માત્ર બેઝિક, ગ્રેડ પે અને મોંઘવારી ભથ્થા પેટે દરમહિને પગાર વધારો રૂ. 15થી18 હજારનો મળશે. જ્યારે બીજા વર્ગના કર્મચારીઓને રૂ. 14થી16 હજાર સુધીનો તેમજ ત્રીજા વર્ગના કર્મચારીઓને રૂ. 10થી12 હજાર સુધીનો તેમજ ચોથા વર્ગના કર્મચારીઓને છથી સાત હજારનો પગાર વધારો મળી શકે. ઓગસ્ટથી માત્ર બેઝિક,ગ્રેડ પે અને મોંઘવારીનો જ વધારો મળશે.

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...