Friday 29 January 2016

GUJARATI GK(JANVAJEVU) JUVO EK CLICK PAR

દુનિયાનું સૌથી મોટું વૈભવી પેસેન્જર જહાજ

     ટાઈટેનિક એ દુનિયાનું સૌથી મોટું વૈભવી પેસેન્જર જહાજ તેમજ બાષ્પ આધારિત યાત્રી જહાજ હતું. તેની ડીઝાઇન અને નિર્માણ ઉત્તરી આયર્લેન્ડની એક કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ તે સમયમાં ખુબજ અનુભવી એન્જિનિયરો દ્વારા તેની ડીઝાઈન કરવામાં આવી હતી. અને તેના નિર્માણ માટે તે સમયમાં ઉપલબ્ધ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની લંબાઈ ૮૮૨ ફૂટ ૯ ઈંચ હતી. અને પહોળાઈ ૯૨ ફૂટ, ૬ ઈંચ હતી. તેનું કુલ વજન ૪૬,૩૨૮ ટન હતું.  ટાઈટેનિક તેની સર્વ પ્રથમ સફરની શરુઆત માટે ૧૦ એપ્રિલ ૧૯૧૨ના રોજ રવાનું થયું હતું. તેના વિષે કદાચ એવું કહેવામાં આવ્યું હતું કે, આ વૈભવી જહાજ ક્યારેય ડૂબી નહી શકે. પરંતુ તે ચાર દિવસની સફરમાં જ ૧૪ એપ્રિલ ૧૯૧૨ના રોજ એક હિમશીલા સાથે ટકરાઈ અને ડૂબી ગયું હતું. જેમાં લગભગ ૧,૫૧૭ લોકોના મૃત્યુ થયાં હતાં. આ એક ઈતિહાસની સૌથી મોટી સમુદ્રી આપત્તિઓમાંની એક ઘટના છે.

ધરતી પરની સૌથી ઠંડી જગ્યા!

ધરતી પરની સૌથી ઠંડી જગ્યા એન્ટાર્કટિકાને માનવામાં આવે છે. એન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. એન્ટાર્કટિકાનો ૯૮% ભાગ ૧.૬ કિલોમીટર મોટી બરફથી આચ્છાદિત છે, જેથી સૌથી ઠંડો અને બારેમાસ બરફથી આચ્છાદિત રહે છે. અહીં જ્યાં નજર કરો, ત્યાં વિશાળ શ્વેત ચાદરો રૂપી હિમશિલાઓ અને બરફનું આચ્છાદાન દેખાય છે. દક્ષિણ ધ્રુવના અંતિમ બિંદુએ આવેલા આ પ્રદેશમાં વર્ષ દરમિયાન છ માસ દિવસ અને છ માસ અંધકાર રૂપી રાત્રિ જોવા મળે છે. સૂર્ય ઘણા મહિનાઓ સુધી ક્ષિતિજની સપાટીથી ઉપર આવતો નથી, તેથી સૂર્યકિરણોના પ્રવર્તનથી આકાશમાં રંગબેરંગી પટ્ટાઓ જોવા મળે છે, જેને સુમેરુ જ્યોતિ(અરોરા) કહે છે. 
      તેમજ એન્ટાર્કટિકા ખંડ ટાપુમય સ્થાન ધરાવતો હોવાને લીધે હજારો કિલોમીટર લાંબો દરિયાકીનારો મળ્યો છે. તેથી તેને વ્હેલ, સીલ, જેવા ‘મહાકાય દરિયાઈ જીવોની સ્વર્ગભુમિ’ તેમજ ‘પેંગ્વિન ભૂમિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંની આબોહવાની લાક્ષણિકતા એ છે કે, જ્યાં હિમવર્ષા, ઝાકળ, ધુમ્મસ, અને તેજ બર્ફીલા તોફાની પવનો છે. તેથી વનસ્પતિનો વિકાસ થતો. ક્યાંક જ ટુંકું ઘાસ, લીલ,શેવાળ, જોવા મળે છે. 


ભારતનું રાષ્ટ્રગીત સૌ પ્રથમ ક્યાં ગવાયું?

જન ગણ મન એ ભારતનું રાષ્ટ્રગીત છે. આ ગીતને નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર રચિત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત સૌપ્રથમ ૨૭ ડિસેમ્બર ૧૯૧૧ના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકાતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. અને ૨૪ જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું. અધીકૃત રીતે રાષ્ટ્રગીત (૫૨) સેકન્ડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડીને ૨૦ સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે. 
     રાષ્ટ્રગીતના રચિતા ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર એ વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્રગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા ‘આમાર શોનાર બાંગ્લા’ બાંગ્લાદેશના રાષ્ટ્રગીત તરીકે ગવાય છે. 

વિશ્વમાં પાણી પછી સૌથી વ્યાપકપણે વપરાતું પીણું!

           સામાન્ય રીતે જોઈએ તો ચા! એ દુનિયામાં પાણી પછી સૌથી વ્યાપકપણે પીવાતું પીણું છે. તેના સ્વાદનો આનંદ ઘણાં લોકો ઉઠાવતા હોય છે. ચાનો જન્મ સામાન્ય રીતે ચીનમાં થયો હોવાનું મનાય છે. ચા મૂળરૂપે કેમેલીયા સીનેન્સીસ છોડના પાંદડાઓ અને તેની કુંમળી કુંપળોની કૃષિ પેદાશ છે. ‘ચા’ એટલે કે એ છોડનાં પાંદડાઓને ગરમ અથવા ઉકળતા પાણીમાં નાખી તૈયાર કરેલું સુંગધીદાર પીણું. ચામાં જુદાજુદા પ્રકારના પોલીફિમોલ્સ હોય છે છતાં વ્યાપક માન્યતાથી વિપરીત ચામાં ટેનીક એસીડનું પ્રમાણ હોતું નથી. ચા ની લગભગ ૬ જાત જોવા મળે છે. જેમાં બજારમાં મુખ્યત્વે જોવા મળતી જાત સફેદ, લીલી, ઉલોંગ, અને કાળી છે. આ તમામ ચા એકજ ઝાડમાંથી બનાવવામાં આવે છે, પરંતુ તેની બનાવટની પ્રોસેસ જુદીજુદી હોય છે. ચાના પાંદડા ચૂંટી લીધા પછી તેના પર વિવિધ પ્રક્રિયા કરવામાં આવે છે. તેને કારણે અલગ અલગ જાતની બનતી હોય છે. અને આ સફેદ ચા તેને અલગ રીતે જ ઉગાડવામાં આવે છે. દુનિયામાં ચીન, ભારત, શ્રીલંકા, કેન્યા અને ઇન્ડોનેશિયા ચાનું શ્રેષ્ઠ ઉત્પાદન કરતા દેશો છે.

ભારતના વીર પુત્ર

      ભારત વીર પુરુષની ભૂમિ છે જ્યારે પણ ભારતના ઇતિહાસને યાદ કરીએ ત્યારે આપણાં શૌર્યવીર મહારાણા પ્રતાપને કેમ ભૂલી શકાય. મહારાણા પ્રતાપ ઉદેપુર, મેવાડમાં સિસોદિયા રાજવંશના રાજા હતા. તેમનો જન્મ કુંભલગઢમાં ૧૯ મે,૧૫૪૦ના રોજ થયો હતો. તેમનું બચપણનું નામ કીકા હતું. એમનું નામ ઈતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમજ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમજ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. મહારાણા પ્રતાપનું હલ્દીઘાટી’ નું યુદ્ધ ઇતિહાસમાં ખુબજ પ્રસિદ્ધ છે. આ યુદ્ધ ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપૂતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોઘલ સરદાર રાજા માનસિંહની ૮૦,૦૦૦ ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. આ યુદ્ધમાં તેમનો સૌથી પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું હતું. અને આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું.
     આશ્ચર્યજનક વાત એ છે કે તેમના ભાલુ ૮૧ કિલોનું અને છાતીનું કવચ ૭૨ કિલોનું હતું. આટલું વજન લઈને રણભૂમિમાં લડનારા મહારાણામાં કેટલી તાકાત હશે !! તેમનું મૃત્યુ ૧૯જાન્યુઆરી ૧૫૯૭માં થયું હતું.

મહારાણા પ્રતાપ

1.        હલ્દીઘાટનું યુદ્ધ ક્યારે થયું?
     -       ૧૫૭૬ ઈ.

2.        હલ્દીઘાટના યુદ્ધમાં મેવાડની સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું?
     -       મહારાણા પ્રતાપ

3.        હલ્દીઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપ તરફથી લડવા વાળો એકમાત્ર મુસ્લિમ સરદાર કોણ હતો?
     -       હકીમ ખાં સૂરી

4.        હલ્દીઘાટના યુદ્ધમાં મુઘલ સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું?
     -       માનસિહ તથા આસફ ખાં


5.        હલ્દીઘાટના યુદ્ધમાં કોને પોતાના પ્રાણનો ત્યાગ કરી મહારાણા પ્રતાપને બચાવ્યા?
     -       બિંદા કે ઝાલામાન

6.        મેવાડના રાજા મહારાણા પ્રતાપ, કેટલા સમય સુધી શાસન કર્યું હતું?
     -       ૧૫૭૨ થી ૧૫૯૭

7.        હલ્દીઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપને કોણે હરાવ્યા હતા?
     -       અકબર

8.        મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ ક્યારે થયો હતો?
     -       ૯ મે ૧૫૪૦

9.        મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ સ્થળ ક્યાં છે?
     -       કુંભલગઢ

10.        મહારાણા પ્રતાપનું બચપણનું નામ શું હતું?
     -       કીકા

11.        મેવાડના રાજા મહારાણા પ્રતાપના પિતાનું નામ શું છે?
     -       ઉદયસિંહ

12.        મેવાડના રાજા મહારાણા પ્રતાપના માતાનું નામ શું છે?
     -       જીવંતબાઈ

13.        રાજા મહારાણા પ્રતાપનો ધર્મ કયો છે?
     -        હિંદુ

14.        મેવાડના રાજા મહારાણા પ્રતાપનો શાસનકાળ સમય કયો છે?
     -       ૧૫૬૮-૧૫૯૭

15.        મેવાડના રાજા મહારાણા પ્રતાપનો અવશાન ક્યારે થયું હતું?
     -       ૧૯ જાન્યુઆરી ૧૫૯૭

16.        મહારાણા પ્રતાપ કયા વંશના રાજા હતા?
     -       શિશોદિયા રાજવંશ

17.        મહારાણા પ્રતાપને કોની સાથે સંઘર્ષ કર્યો હતો?
     -       મુઘલ સમ્રાટ અશોક

“બે મોઢાવાળો સાપ”

        બે મોઢાવાળો સાપ એટલે કે ‘આંધળી ચાકણ’ એ દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં જોવા મળતો એક જાતનો બિનઝેરી સાપ છે. આ સાપ ઈરાન, પાકિસ્તાન, અને ભારતમાં જોવા મળે છે. તેમજ સુકા વિસ્તારોમાં પણ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. રણ જેવા સુકા અને રેતાળ પ્રદેશમાં રેતી પર તે સરળતાથી સરકી શકે છે. 
       તેની પૂંછડી અને માથાનો આકાર એક સરખો મળતો આવતો હોવાને લીધે અને ભય સમયે તે ગૂંચળુ વાળીને માથાને બદલે પૂંછડી જાણે માથું હોય એ રીતે ઊંચુ કરવાની ટેવને લીધે તેને લોકબોલીમાં ‘બે મોઢાવાળો સાપ’ કહેવામાં આવે છે. આ સાપ પુખ્તવયના થાય તો પણ બે ફૂટથી લાંબા થતા ભાગ્યે જ જોવા મળે છે. ક્યારેક જ ૩ ફૂટ જેટલા લાંબા નમુના જોવા મળે છે.


સ્વામી વિવેકાનંદ


૧.  સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો?
-        ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ (કલકત્તા) 

૨.  સ્વમી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ શું હતું
-        નરેન્દ્રનાથ

૩.  સ્વામી વિવેકાનંદની રામકૃષ્ણ પરમહંસ સાથેની પહેલી મુલાકાત ક્યારે થઇ?
-         નવેમ્બર ૧૯૮૧માં 

૪.  સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
-          રામકૃષ્ણ પરમહંસ

૫.  સ્વામી વિવેકાનંદએ રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના ક્યારે કરી? 
-             ૧ મે ૧૮૯૭ના

૬.  ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’- આ વાક્ય કોનું છે? 
-              સ્વામી વિવેકાનંદનું

૭.  ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિ કયા દિવસના રૂપમાં મનાવાય છે?
-              રાષ્ટ્રીય યુવા દિવસ 

૮. ભારત સરકારે સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિને રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કયારે કરી?
-              વર્ષ ૧૯૮૫

૯.  વિવેકાનંદ રોક મેમોરિયલ કયાં આવેલું છે?
-              કન્યાકુમારી (તામિલનાડુ) 

૧૦. સ્વામી વિવેકાનંદને ક્યા દેશનાં વેદાંત ને યોગના જન્મદાતા ગણવામાં આવે છે?
-          યુરોપ અને અમેરિકા

૧૧.  સ્વામી વિવેકાનંદ અમેરિકા તથા ઈંગ્લેંડમાં કઈ સોસાયટીની સ્થાપના કરી
-           વેદાંત સોસાયટીની
 
૧૨.  સ્વામી વિવેકાનંદનું મૃત્યુ કયારે થયું હતું?
-               ૪ જુલાઈ ૧૯૦૨  (બેલૂર)



સેવા અને કરુણાની મૂર્તિ ‘મધર ટેરેસા’


     મધર ટેરેસા ભારતીય ન હોવા છતાં આજીવન સવાયા ભારતીય તરીકે ભારતમાં રહીને ગરીબો અને પીડિતોની સેવામાં જીવન વ્યતીત કરનાર સેવા અને કરુણાની મૂર્તિ છે. તેમનો જન્મ ૨૬ ઓગસ્ટ, ૧૯૧૦ના રોજ રિપબ્લિક ઓફ મેસેડોનિયમાં થયો હતો. તેમનું પૂરું નામ ‘એગ્નેસ ગોન્ક્સા બોજાક્સુ હતું. પરંતુ તેમણે ૧૯૩૧માં ધાર્મિક શપથ લીધા પછી સંત થેરેસ લિસીઅક્સના નામ પરથી ટેરેસા નામ પસંદ કર્યું હતું. ૧૯૫૦માં તેમણે ભારતના કોલકતામાં ઠેકઠેકાણે ચેરિટી મિશનરિઝની સ્થાપના કરી હતી. સળંગ ૪૫ વર્ષ સુધી તેમણે ગરીબ,માંદા,અનાથ અને મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરીઝના વિસ્તરણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. 
      ૧૯૭૦ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબ અસહાયોના વકીલ તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પામી ચુક્યા હતાં. ૧૯૭૯માં તેમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મળ્યું અને તેમના માનવતા અને લોકોપકારી કાર્યો માટે ૧૯૮૦માં તેમને ભારતના સર્વોચ્ચ બહુનામ ભારત રત્ન દ્વારા નવાજવામાં આવ્યાં હતાં. તેમનાં મૃત્યુ સમયે ૧૨૩ દેશોમાં આવા ૬૧૦ મિશન ચાલતાં હતાં.

ઉગતો અને આથમતો સૂર્ય લાલ રંગનો દેખાય છે.


      સૂર્ય એ આપણા સૂર્યમંડળના મધ્યભાગમાં આવેલો અંત્યત ગરમ અને સ્વંયપ્રકાશિત તારો છે. પૃથ્વી તેમજ અન્ય ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આપણા સૂર્યમંડળનો મુખ્ય ઘટક સૂર્ય એ પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. સૂર્યનો પ્રકાશ મેઘધનુષ્યના છ રંગોના મિશ્રણથી બનેલો છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તે દૃશ્ય જોવાનું લગભગ સૌ કોઈને આકર્ષણ હોય છે.
        આ સમયે એટલે કે સુરજ ઉગે ત્યારે અને આથમે ત્યારે થોડોક સમય માટે આપણે જોઈએ છીએ કે સુરજ લાલ રંગનો દેખાય છે. એના પાછળનું કારણ છે કે સુરજના પ્રકાશનું વહેંચાઇ જવું. સૂર્ય જયારે પૃથ્વીની ધરી પાસે હોય છે ત્યારે સૂરજનાં કિરણો વાતાવરણમાં એક મોટો થર પાર કરીને પૃથ્વી સુધી પહોચતાં પહોચતાં સુરજના કિરણોનો જાંબલી અને વાદળી રંગનો વધુ પડતો ભાગ હવામાં અને ધૂળના કણોમાં વહેંચાઇ જાય છે. આ બને રંગ વિખેરાઈ ગયા પછી પૃથ્વી પર માત્ર બાકી રહેલો લાલ રંગનો પ્રકાશ જ પહોચે છે. આ રીતે ઉગતો અને આથમતો સૂર્ય લાલાશ પડતો દેખાય છે.

‘ફ્લાવર ટાવર’

વર્તમાન સમયમાં વધતા જતા ગ્લોબલ વોર્મિંગના પ્રમાણના કારણે પર્યાવરણમાં તેમજ આપણી ઋતુઓમાં વધુ પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આ કારણોસર મોટાભાગે શહેરના લોકો કુદરતના શરણે નમવા લાગ્યા છે. અને કુદરતની આસપાસ વધુને વધુ કેવી રીતે રહેવું તે પસંદ કરવા લાગ્યા છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડતી ઈમારત પેરિસમાં જોવા મળે છે. આ ઈમારતને ‘ફ્લાવર ટાવર’ તરીકે ઓળખવામાં આવે છે. 
        ફ્રાન્સની રાજધાની અને એફિલટાવર માટે પ્રખ્યાત પેરીસ એ જીડીપી અનુસાર વિશ્વમાં ૫ માં સ્થાને તેની અનોખી ઈમારતોના કારણે ખુબ જાણીતું છે. ત્યાં એક દસ માળ ઊંચી ઈમારત આવેલી છે, જે સંપૂર્ણપણે ૩૮૦ જેટલા મોટા કુંડા અને ઝાડ વડે ઢંકાયેલી છે. તેમજ આ ‘ફ્લાવર ટાવર’ના તમામ કુંડામાં વાંસના છોડ ઉગાડવામાં આવેલા છે, જે ખુબજ ફેલાયેલા છે. અને બધાજ કુંડા બાલ્કનીમાં ફિક્ષ કરવામાં આવેલ છે. અને તેમાં ‘ઓટોમેટીક વોટરીંગ સીસ્ટમ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી રહેવાસી ક્યારેક બહાર ગયા હોય ત્યારે પણ છોડને પાણી મળી શકે. આ ઈમારતને Edouard Francois’દ્વારા ડીઝાઇન કરવામાં આવેલ છે.


આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ

પૃથ્વીની આસપાસ વાયુમંડળમાં રહેલા ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાણવણી માટે ૧૯૯૫થી સમગ્ર વિશ્વમાં ૧૬ સપ્ટેમ્બરના દિવસને ‘વિશ્વ ઓઝોન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સૂર્યના કિરણોમાંથી નીકળતાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતાનું નિયમન કરવાનું કાર્ય આ ઓઝોન પડ કરે છે. આ કિરણો ઓઝોન પડમાંથી ફિલ્ટર થઈને પડે છે. નહીં તો ચામડી ઉપર ખંજવાળ જેવા લાંબા ગાળાની સતત અસરથી ચામડીનું કેન્સર થવાની સંભાવના રહેલી છે.
        માનવજાતે પ્રગતિની હોડમાં પર્યાવરણને પ્રદુષિત કર્યું છે. જેને કારણે પર્યાવરણમાં મોટો બદલાવ આવતો જાય છે. માનવ સ્વાસ્થ્ય તથા કુદરતી સૃષ્ટિ પર થઈ રહેલી વિપરીત અસરોમાં પૃથ્વીના ઓઝોન પડમાં ગાબડાં પડ્યા હોવાનો વૈજ્ઞાનિક મત છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ લાવવાં માટે વિવિધ કાર્યો કરવામાં આવે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીને બચાવતા ઓઝોન વાયુનાં પડને થઈ રહેલા નુકસાનને ઓછું કરવાની જાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે.

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...