Wednesday 14 September 2016

હવે સરકારી ઓફીસોનાં ધક્કા ખાવાની જરૂર નથી : આ કામ થશે ઘેર બેઠા એક જ ક્લિક કરીને

=》હવે સરકારી ઓફીસોનાં ધક્કા ખાવાની જરૂર નથી : આ કામ થશે ઘેર બેઠા⬇

💻દેશમાં હવે ધીરે ધીરે ડીઝીટલ ઇન્ડિયાનો વ્યાપ વધારવા માંડ્યો છે.  લાંબી લાંબી લાઇનો હવે ટુંક જ સમયમાં એક ભુતકાળ બની જાય તો નવાઇ નહી. કારણ કે ગુજરાત દ્વારા ડીઝીટલ ગુજરાતનાં બેનર હેઠળ 33 જેટલી સેવાઓ ઓનલાઇન કરી દીધી છે. જેનાં પગલે તમે ઘરે બેઠા જ તે કામ પુરૂ કરી શકશો.

💻ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રીલથી એટીવીટીનાં દાખલા સહિત 33 સેવાઓને ઓનલાઇન કરી દીધી છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે લંબા સમયથી આ સેવાઓ ઓનલાઇન હોવા છતા પણ તેની જાગૃતી નહી હોવાનાં કારણે લોકો તે જ બિબાઢાળ આધત અનુસાર જ કચેરીઓનાં ધક્કા ખાઇ રહ્યા છે.

💻તાલુકા કક્ષાએ ગણ્યા ગાંઠ્યા અરજદારો જ ઓનલાઇન અરજી કરી રહ્યા છે. સરકાર દ્વારા પણ આ અંગે ઉદાસીનતા સેવાઇ રહી છે. આ સેવાઓ ઓનલાઇન થઇ ગઇ હોવાની કોઇને કાનોકાન ખબર પણ નથી. વહીવહ તંત્ર દ્વારા લોકોમાં આ મુદ્દે જાગૃતી આવે તેવાં કોઇ પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી. જેનાં પગલે પરિસ્થિતી હજી પણ ઠેરની ઠેર જ છે.

💻આ કામ થઇ શકે છે ઓનલાઇન

અત્રે ઉલ્લે્ખનીય છે કે,

=》રેશનકાર્ડ,
=》સિનિયર સિટીઝન સર્ટિફિકેટ,
=》ડોમિલાઇન સર્ટિફિકેટ,
=》લઘુમતિ સર્ટિફિકેટ,
=》વિધવા સર્ટિફિકેટ,
=》ક્રિમિલેયર સર્ટિફિકેટ,
=》જાતિનું પ્રમાણપત્ર,
=》આવકનો દાખલો,
=》ખેડૂતનો દાખલો,
=》વારસાઇું પ્રમાણપત્ર,
=》હથિયારનું લાયસન્સ રિન્યુ

કરાવવા જેવા વિવિધ કામો ઓનલાઇન જ પુરા થઇ જાય તેમ છે.

💻આ રીતે ઓનલાઇન દાખલા મેળવી શકાય છે. ⤵⤵

1.સૌથી પહેલા નીચે ક્લિક કરો
==》CLICK HERE TO WEBSITE 
બાદ LOGIN પર કલિક કરો

2.આધાર નંબર નાખીને રજિસ્ટ્રેશન કરાવવું.

3. મોબાઇલન નંબર પર આવેલ વન ટાઇમ પાસવર્ડ કન્ફર્મ કરવો ત્યાર જે પેજ આવે તેમાં સંપુર્ણ વિગતો આપવી.

4.પ્રોફાઇલ બની ગયા બાદ માય પ્રોફાઇલમાં જવું. તેમાં રેશનકાર્ડ અને ચૂંટણી કાર્ડ, બેંક ખાતાની વિગતો ભરવી.

5.પ્રોફાઇલ અપડેટ થયા બાદ ફક્ત એકવાર જરૂરી કાગળોને એટીવીટીમાં વેરીફીકેશન કરાવવું.

6.આ સમગ્ર પ્રક્રિયા થઇ ગયા બાદ કોઇ પણ દાખલા માટે અરજી કરી શકાશે.

7. અરજી કર્યા બાદ જે તે દાખલાની નકલ ઇમેઇલ અથવા તો પછી હાર્ડ કોપી પોસ્ટ મારફતે ઘરે બેઠા આવશે.

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...