Friday 29 January 2016

TDSમાં રાહતની તૈયારીઃ પેન્‍શનરો-થાપણદારોને થશે લાભ by:Akila news

==》TDSમાં રાહતની તૈયારીઃ પેન્‍શનરો-
થાપણદારોને થશે લાભ

બજેટમાં ટીડીએસના દરોને તર્કસંગત બનાવવા અને ટીડીએસ કપાતની સીમા વધારવાનું એલાન થઇ શકે છે: ટીડીએસનો દર ૧૦ ટકાથી ઘટાડીને પ ટકા કરવા, સિકયુરીટી ઉપર ટીડીએસની સીમા રપ૦૦થી વધારીને ૧પ૦૦૦ કરવા અને પ ટકાનો દર કરવા સમિતિનું સુચનઃ બેંક ડિપોઝીટ ઉપરની સીમા વધારીને ૧પ૦૦૦ કરવા, એનએસએસ ડિપોઝીટની સીમા રપ૦૦થી વધારી ૧પ૦૦૦ કરવા અને દર પણ ર૦ ટકાથી ઘટાડીને પ ટકા કરવા ભલામણઃ ભાડાની આવક ઉપર લીમીટી ૧.૮૦ લાખથી વધારીને ર.૪૦ લાખ કરવા પણ ભલામણ
TDSમાં રાહતની તૈયારીઃ પેન્‍શનરો-થાપણદારોને થશે લાભ
      
      નવી દિલ્‍હી તા.ર૯ : આવી રહેલા બજેટમાં ટેકસ ડિડકશન એટ સોર્સ (ટીડીએસ)ના મામલામાં રાહત આપવામાં આવે તેવી શકયતા છે. સરકાર બજેટમાંસ્ત્રોત પર કર કપાત એટલે કે ટીડીએસના દરોને તર્કસંગત બનાવવા અને ટીડીએસ કપાતની સીમાને વધારે એવી શકયતા છે. આ માટે સરકાર ન્‍યાયમુર્તિ આર.વી.ઇશ્વર સમિતિની ભલામણો મુજબ પગલા લઇ શકે છે. અધિકારીઓનું કહેવુ છે કે, જો આ પગલુ લેવામાં આવે તો સરકારની આવક ઉપર બહુ પ્રતિકુળ અસર નહી પડે પરંતુ લાંબા સમયથી પેન્‍ડીંગ મામુલી વાર્ષિક સીમામાં ફેરફારથી નાના ડીપોઝીટરો અને પેન્‍શનરોને ફાયદો થશે.
      એક સરકારી અધિકારીના જણાવ્‍યા પ્રમાણે ભલામણોના હિસાબથી અમે બજેટમાં ટીડીએસ જેવા વિકલ્‍પો ઉપર વિચાર કરી રહ્યા છીએ. જેનાથી આવક ઉપર કોઇ મોટી અસર નહી પડે. પુંજીગત લાભ કર એટલે શોર્ટટર્મ કેપીટલ ગેઇન કેસ જેવા મામલામાં અમારે જોવુ પડશે કે તેમાં ફેરફારથી આવકમાં કેટલુ નુકસાન થાય છે.
      પેનલે એવી ભલામણ કરી છે કે, શેરોના ટ્રેડીંગમાં વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી ઓછાના આંકડાને બીઝનેસ આવક ગણવામાં ન આવે અને તેના ઉપરનો કેપીટલ ગેઇન કેસનો દર ઓછો કરવામાં આવે કે જેથી નાના વેપારીઓને પુંજી બજાર તરફથી આકર્ષિત કરવાની સાથે કાનૂની અડચણોને પણ ઓછી કરી શકાય. જો કે આવુ કરવુ સરકાર માટે એ સમયમાં ઘણુ પડકારભર્યુ રહેશે કે જયારે તે રાજકોષીય ખાધને ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના અનુમાનીત ૩.૯ ટકાની બરાબરના લક્ષ્યાંકને આવતા નાણાકીય વર્ષમાં વધુ ઘટાડીને ૩.પ ટકાના દર સુધી લાવવા માંગે છે.
      જાણકારોનો એ પણ તર્ક છે કે, મહેસુલનું નુકસાન એટલા માટે થાય છે કે, સરકારી તિજોરીમાંથી ઘણી રકમ કેસ લડવા પાછળ ખર્ચ થાય છે. સમિતિએ ભલામણ કરી છે કે, વ્‍યકિતગત અને અવિભાજીત હિન્‍દુ પરિવારોમાં ટીડીએસનો વર્તમાન ૧૦ ટકાનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે. પ્રતિભુતિ પર વ્‍યાજ માટે તેણે ટીડીએસ લગાવવાની સીમા રપ૦૦ રૂ. વાર્ષિકથી વધારીને ૧પ૦૦૦ રૂ. કરવાનો પ્રસ્‍તાવ પણ મુકયો છે અને તેના માટે પ ટકાના દર નક્કી કરવાનુ પણ સુચન કર્યુ છે. આ જ રીતે અન્‍ય માધ્‍યમોમાંથી વ્‍યાજની કમાણીના મામલામાં પણ બેન્‍કોમાં જમા ૧૦,૦૦૦ રૂ. અને અન્‍ય માધ્‍યમોમાં પ૦૦૦ રૂ.ની સીમાને વધારી ૧પ૦૦૦ કરવા પણ સુચન કર્યુ છે. ન્‍યાયમુર્તિ ઇશ્વરએ જણાવ્‍યુ છે કે, લાંબા સમયથી ટીડીએસ નિર્ધારણ સીમા ઉપર વિચારણા થઇ નથી અને હવે ફેરફારોની જરૂર છે.
      વર્તમાનની કેટલીક ખામીઓ તરફ સંકેત આપતા તેઓ જણાવે છે કે, પેન્‍શન ભોગીઓ અને વિધવાઓ માટે વર્તમાન સીમા અયોગ્‍ય છે. જેઓ પોતાની સમગ્ર બચત ડિપોઝીટમાં લગાવી દયે છે. કરનો સરેરાશ દર ઘટયો છે પરંતુ સીમા વધારવામાં નથી આવી. આખરે તેઓએ ૧૦ ટકાનો દર શા માટે લેવો જોઇએ. જયારે સરેરાશ દર પ ટકા હોવો જોઇએ.  આ ૧૦ સભ્‍યોની સમિતિએ એનએસએસના સંદર્ભમાં ટીડીએસની સીમાને વધારવાની ભલામણ કરી છે. તેણે સુચન કર્યુ છે કે, તેની સીમા રપ૦૦ રૂ.થી વધારીને ૧પ૦૦૦ કરવી જોઇએ અને દર પણ ર૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવો જોઇએ. જો કે સમિતિએ નાણામંત્રી જેટલીને હાલ મુસદ્દા રિપોર્ટ સોંપ્‍યો છે અને અંતિમ રિપોર્ટ ટુંક સમયમાં સોંપાશે. સુત્રોનુ કહેવુ છે કે, અંતિમ રિપોર્ટમાં મુસદ્દા રિપોર્ટથી કોઇ ખાસ અલગ બાબત નહી હોય.
      સમિતિએ કોન્‍ટ્રાટરોને ચુકવાતા પેમેન્‍ટ ઉપરની ટીડીએસની લીમીટ ૩૦૦૦૦થી વધારીને ૭પ૦૦૦ થી ૧ લાખ કરવા અને ભાડાની આવક પર ટીડીએસની મર્યાદા હાલ ૧.૮ લાખની છે તે વધારીને ર.૪૦ લાખ કરવા ભલામણ કરી છે. (૩-૫)

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...