Tuesday 29 December 2015

વિખ્યાત સાહિત્યરકાર રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ... ગુજરાતી ભાષા માટે આજની ઘડી તે રળિયામણી...

વિખ્યાત સાહિત્યરકાર રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ...  ગુજરાતી ભાષા માટે આજની ઘડી તે રળિયામણી...


નવી દિલ્હી : વર્ષ 2015 માટે સાહિત્યનો પ્રતિષ્ઠિત ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જાણીતા ગુજરાતી સાહિત્યકાર રઘુવીર ચૌધરીને આપવામાં આવશે. એક સત્તાવાર યાદીમાં મંગળવારે જણાવ્યું કે, 'જ્ઞાનપીઠ પસંદગી બોર્ડે 51મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે ચૌધરીના નામ પર મહોર લગાવી. આ બેઠકની અધ્યક્ષતા વરિષ્ઠ સાહિત્ય વિવેચક નામવર સિંહે કરી હતી.' 

જાહેરાત મુજબ, ગુજરાતીના પ્રતિષ્ઠિત સાહિત્યકાર ગાંધીવાદી ચૌધરીનો જન્મ વર્ષ 1938માં થયો હતો. તેમણે કવિતા અને નાટકો જેવા સાહિત્યના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. તેમના સાહિત્ય સર્જન પર ગોવર્ધનરામ ત્રિપાઠી, કાકા કાલેલકર, સુરેશ જોશી, પ્રો. રામદરશ મિશ્રા અને પ્રો. જીએન ડિકીનો પ્રભાવ જોવા મળે છે. 

વર્ષ 1977માં તેમની કૃતિ 'ઉપ્રવાસ કથાત્રયી' માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરાઈ ચૂક્યા છે. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા વાર્ષિક આધાર પર અપાતો આ પુરસ્કાર બંધારણની આઠમી અનુસૂચીમાં વર્ણત 22 ભારતીય ભાષાઓમાં લેખન કાર્ય કરનારા સાહિત્યકારોને તેમના જીવનભરના સાહિત્યિક યોગદાનને જોતા આપવામાં આવે છે. 

ચૌધરી પહેલા ગુજરાતીમાં આ પુરસ્કાર 1967માં ઉમાશંકર જોશી, 1985માં પન્નાલાલ પટેલ અને વર્ષ 2001માં રાજેન્દ્ર શાહને અપાયો હતો. વર્ષ 2014નો જ્ઞાનપીઠ પુરસ્કાર મરાઠી સાહિત્યકાર ભાલચંદ્ર નેમાડેને અપાયો હતો. પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલી સાહિત્યકાર જી શંકર કુરુપને વર્ષ 1965માં અપાયો હતો. તે અંતર્ગત સાહિત્યકારોને રોકડ પુરસ્કાર, એક પ્રશસ્તિ પત્ર અને સરસ્વતીની પ્રતિમા પ્રદાન કરવામાં આવે છે.

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...