Tuesday, 6 September 2016

અલંકાર એટલે શું ? અલંકાર ના પ્રકાર કેટલા છે? તેની ઉદાહરણ સાથે સમજૂતી

🌊🌀 *અલંકાર એટલે શું ?*

👉સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.

☔ *શબ્દાલંકાર  એટલે શું ?*

🎋 વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .

 ☔ *અર્થાલંકાર એટલે શું ?*

🎋 વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .

☔ *ઉપમેય એટલે શું ?*

🎋 જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે…

 ☔ *ઉપમાન એટલે શું ?*

🎋 જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે…

☔ *સાધારણ ધર્મ એટલે શું ?*

🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ  ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.

☔ *ઉપમાવાચક શબ્દો એટલે શું ?*

🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે.

🌀 *શબ્દાલંકારના પ્રકાર*

(૧) વર્ણાનુપ્રાસ  (વર્ણસગાઇ)

(૨) યમક       (શબ્દાનુપ્રાસ)

(૩) આંતરપ્રાસ  (પ્રાસસાંકળી)

(૪) અંત્યાનુપ્રાસ

🌀 *અર્થાલંકારના પ્રકાર*

 (૧) ઉપમા       (૨)  ઉત્પ્રેક્ષા

(૩) રૂપક         (૪) અનન્વય

(૫) વ્યતિરેક     (૬)  શ્લેષ

(૭) સજીવારોપણ  (૮) વ્યાજસ્તુતિ

 ♏ *વર્ણસગાઇ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ અલંકારઃ—*

       વાકય કે પંકિતના પ્રારંભે એકનોએક વર્ણ બે કે બે થી વધારે વખત આવી વાકયમાં ચમત્કૃતિ સર્જે ત્યારે.. ..

ઉદાહરણઃ—

૧  નિત્યસેવા,નિત્ય—કીર્તન—ઓચ્છવ નિરખવા નંદકુમાર રે.

૨  જેને ગોવિંદા ગુણ ગાયા રે.

૩  નટવર નિરખ્યા નેન તે…

૪  માડી મીઠી,સ્મિતમધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી.

૫  પુરી કાશી,કાંચી,અવધ,મથુરાને અવર સૌ

 ♏ *શબ્દાનુપ્રાસ, યમક, ઝટ અલંકારઃ—*

      જ્યારે વાકયમાં પંકિતમાં એક સરખા  ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ                ધરાવતા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જય ત્યારે.

ઉદાહરણઃ—

 ૧  કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો.

૨  જાંબાળા…ખોપાળા…તગડીને ભડી…નેભાવનગર…

 ૩  હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.

૪ અખાડામાં જવાના મેં ઘણીવાર અ—ખાડા કર્યા.

૫  દીવાનથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર.

♏ *આંતરપ્રાસ, પ્રાસસાંકળીઃ—*

             પહેલા ચરણના છલ્લો શબ્દનો અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે..

ઉદાહરણઃ—

 ૧  જતો હતો અંધ થતી નિશામાં,સુગુપ્ત રાજગૃહની દિશામાં.

૨  વિચારનો નેઞ જલે ભરાય છે,શરીરનું ચેતન ત્યાં હરાય છે.

૩  પાનેપાને પોઢી રાત,તળાવ જપ્યું કહેતા વાત.

૪  સામા સામા રહયાં શાભે,વ્યોમ ભોમ બે સોય.

૫  વિદ્યા ભણિયો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો.

         વિદ્યા ભણિયો જેહ,કામનીકંચન ચૂડો.

🐝 *ઉપમા અલંકારઃ—*

ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે….

 ઉપમાવાચક શબ્દો (શું,શી,શા,જેવું,જેવા,જેવી,જેમનું,તેમનું,સરખું,સમોવડું,તુલ્ય,પેઠે,માફક,સમાન,)

ઉદાહરણઃ—

૧  પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.

૨  મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.

૩  સંતરાની  છાલ જેવો તડકો વરસે છે.

૪  ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.

૫  શામળ કહે બીજાબાપડા, પ્હાણ સરીખા પારખ્યા.

🐝 *ઉત્પેક્ષા અલંકારઃ—*

ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના/શકયતા વ્યકત કરવામાં આવે ત્યારે.. .. ..

ઉત્પેક્ષા વાચકશબ્દોઃ—જાણે,રખે,શકે

ઉદાહરણઃ—

૧ જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ નથી.

૨ વપુ-તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર-ભાણ.

૩ જયાં-ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ.

૪ દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથી માંથી જ મળેલા.

૫ થાય છે મારી નજર જાણે હરણ ન રહે ઠેકતી એ ઘાસમાં.

🐝 *રૂપક અલંકારઃ—*

      ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે …

ઉદાહરણઃ—    

     ૧   બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી.

    ૨   ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.

    ૩   ધણી સુરભિ સુત છે.

    ૪   હરખને શોક ની ના’વે  જેને હેડકી.

    ૫  ઊંગતાને પાયે જગની જેલ.

🐝  *અનન્વય અલંકારઃ—*

           ઉપમેયની ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે…

ઉદાહરણઃ—    

  ૧  મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો.

  ૨  હિમાલય એટલે હિમાલય.

  ૩  આકકાનું વર્તન એટલે આકકાનું વર્તન,

  ૪  માતેમા બીજા બધા વગડાના વા.

 ૫ મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો.

🐝 *વ્યતિરેક અલંકારઃ—*

           ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે ..

ઉદાહરણઃ

૧  બાપુનુ હૃદય ફૂલ કરતાં કોમળ હતું.

૨  કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું !

૩  સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માઞ.

૪  ઊર્મિલાની વાણી અમૃતથીયે મીઠી છે.

૫  તું ચંદ્રથી ચારૂ સુહાસિની છે.

🐝 *શ્લેષ અલંકારઃ—*

  જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી (અર્થાત્‌)

  એક જ શબ્દના બે કે બેથી વધારે અર્થ બને ત્યારે…

ઉદાહરણઃ—    

૧  જવાની તો આખરે જવાની છે.

૨  સાહેબ ,આબાં નીચે મરવા પડયા છે.

૩  રવિને પોતાનો તડકો ન ગમેતો જાય કયાં.

૪  હું માનવી માનવ થાઉં તો ઘણું.

૫  તપેલી તપેલી છે.

🐝 *સજીવારોપણ અલંકારઃ—*

           નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોહણ કરવામાં આવે ત્યારે.. .. ..

૧ નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.

૨ ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતાં નથી.

૩ સડક પડખું વાળીને સુઇ ગઇ.

૪ રાતે તડકાએ રસ્તામાં રાતવાસો કર્યો.

૫ ઋતુઓ ને દૂરદૂર વહીજતી જોવું છું.

Monday, 5 September 2016

વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો અને તે પુસ્તકો લખનાર લેખકો ની યાદી

■■ વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો.■■
►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી
►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી
►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી
►માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.
►અપરાધી - ઝવેરચંદ મેઘાણી.
►ઓથાર - અશ્વિની ભટ્ટ
►અંગાર -અશ્વિની ભટ્ટ
►આખેટ - અશ્વિની ભટ્ટ
►ફાંસલો – અશ્વિની ભટ્ટ
►કસબ - અશ્વિની ભટ્ટ
►કરામત - અશ્વિની ભટ્ટ
►કમઠાણ - અશ્વિની ભટ્ટ
►અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ્ટ
►પ્રીત કિયે સુખ હોય - જય વસાવડા
►યુવા હવા - જય વસાવડા
►સાહિત્ય અને સિનેમા -- જય વસાવડા
►માહિતી નો મહાસાગર - જય વસાવડા
►નોલેજ નગરીયા - જય વસાવડા
►જય હો - જય વસાવડા
►સાયન્સ સમંદર - જય વસાવડા
►જી.કે. જંગલ - જય વસાવડા
►પીળા રૂમાલ ની ગાંઠ - હરકિશન મહેતા
►મુક્તિબંધન - હરકિશન મહેતા
►સત્ય ના પ્રયોગો - ગાંધીજી
►મારી આત્મકથા - મહાત્મા ગાંધીજી
►કન્યાને પત્રો - ગાંધીજી
►અર્ધી સદી ની વાંચન યાત્રા - મહેન્દ્ર મેઘાણી
►સળગતાં સૂરજમુખી - મહેન્દ્ર મેઘાણી
►વાંચન યાત્રાનો પ્રસાદ - મહેન્દ્ર મેઘાણી
►મળેલા જીવ - પન્નાલાલ પટેલ
►માનવી ની ભવાઈ - પન્ના લાલ પટેલ
►ગુજરાત નો નાથ - કનૈયા લાલ મુનશી
►પાટણ ની પ્રભુતા - કનૈયા લાલ મુનશી
►પૃથ્વી વલ્લભ - કનૈયા લાલ મુનશી
►મુન્શીનો વૈભવ - કનૈયા લાલ મુનશી
►જય સોમનાથ - કનૈયા લાલ મુનશી
►કૃષ્ણાવતાર - કનૈયા લાલ મુનશી
►ફાઈવ પોઈન્ટ સમવન - ચેતન ભગત
►થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ - ચેતન ભગત
►વન નાઇટ એટ કોલ સેન્ટર - ચેતન ભગત
►કૃશ્નાયણ - કાઝલ ઓઝા વૈધ
►એકબીજા ને ગમતા રહીએ - કાઝલ ઓઝા વૈધ
►મધ્યબિંદુ - કાઝલ ઓઝા વૈધ
►ડોક્ટર ની ડાયરી - ડો. શરદ ઠાકર
►સિંહપુરુષ - શરદ ઠાકર
►સમય ના સથવારે - ડો. આઈ.કે. વીજળીવાળા
►અમૃત નો ઓડકાર - ડો. આઈ.કે. વીજળીવાળા
►સાઈલન્સ પ્લીઝ - ડો. આઈ.કે. વીજળીવાળા
►મોતિચારો - ડો. આઇ. કે. વિજળીવાળા
►સાથીદાર ની શોધમાં -- ડો. આઇ. કે.વિજળીવાળા
►ઝેર તો પીધા છે જાણી જાણી - મનુભાઈપંચોળી
►સોક્રેટીસ - મનુભાઈ પંચોળી
►કૃષ્ણ નું જીવનસંગીત - ગુણવંત શાહ
►સેક્યુલર મુરરબો -- ગુણવંત શાહ
►કબિરા ખડા બાજાર મે -- ગુણવંત શાહ
►મન ના મેઘધનુષ - ગુણવંત શાહ
►મરો ત્યાં સુધી જીવો - ગુણવંત શાહ
►શ્વાસ ની એકલતા - ચંદ્રકાંત બક્ષી
►બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી
►પેરાલીસીસ - ચંદ્રકાંત બક્ષી
►ઇગો - ચંદ્રકાંત બક્ષી
►આકાર - ચંદ્રકાંત બક્ષી
►લીલી નસોમાં પાનખર - ચંદ્રકાંત બક્ષી
►બાકી રાત - ચંદ્રકાંત બક્ષી
►મહાજાતી ગુજરાતી - ચંદ્રકાંત બક્ષી
►જસ્ટ એક મિનીટ - રાજુ અંધારિયા
►સાત પગલાં આકાશ માં - કુન્દનિકા કાપડિયા
►પ્રેમ સમીપે - કુન્દનિકા કાપડિયા
►વંશ વિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે- મોહનલાલ અગ્રવાલ
►ટારઝન - રમણલાલ સોની
►આંગતુક - ધીરુબેન પટેલ
►વાંસનો અંકુર - ધીરુબેન પટેલ
►પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી -દિનકર પંડ્યા
►કુસુમમાળા - નરસિંહરાવ દિવેટિયા
►ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ - ટોલ્સટોય ન હન્યતે– મૈત્રેયી દેવી સ્વર્ગની
►લગોલગ -મૈત્રેયીદેવી મનની વાત – સુધા મૂર્તિ
►મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
►મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
►અજાણીનું અંતર - શરીફા વીજળીવાળા
►અલગારી રખડપટ્ટી - રસિક ઝવેરી
►બાળપણના વાનરવેડા - વજુ કોટક
►વહાલના વલખા - જોસેફ મેકવાન
►આગંળિયાત - જોસેફ મેક્વાન
►ભદ્રમ્ભદ્ર - રમણલાલ નીલકંઠ
►શબ્દોની સોનોગ્રાફી - બકુલ બક્ષી
►છ અક્ષર નું નામ - રમેશ પારેખ
►એન્જીયોગ્રાફી - રતિલાલ બોરીસાગર
►શોધ શોધ તુ ભીંતર શોધ (ગુજરતી અનુવાદ) --ઓશો રજનિશ
►જિંદગી જિંદગી - નૃગેન્દ્ર વિજય
►કોસમોસ - નૃગેન્દ્ર વિજય
►મારો વરસાદ - તુષાર શુક્લ
►જનમટીપ - ઇશ્વર પેટલીકર
►દરિયાલાલ - ગુણવંતરાય આચાર્ય
►મડીયા ની શ્રેષ્ઠ વાર્તાઓ - ચુનીલાલ મડીયા
►વેળા વેળા ની છાંયડી - ચુનીલાલ મડીયા
►અસુર્યલોક - ભગવતીકુમાર શર્મા.
►માધવ કયાંય નથી મધુવન માં - હરીન્દ્ર દવે
►મુખવટો - હરીન્દ્ર દવે
►સંગ અસંગ - હરીન્દ્ર દવે
►ભારેલો અગ્નિ - ર.વ.દેસાઈ
►દિવ્યચક્ષૂ - ર.વ.દેસાઈ ગ્
►રામ્યલક્ષમી - ર.વ.દેસાઈ
►ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ - ધૂમકેતુ
►અમાસ ના તારા - કિશનસિંહ ચાવડા.
►સરસ્વતીચંદ્ર - ગો.મા.ત્રિપાઠી
►અણસાર - વર્ષા અડાલજા
►માટીનું ઘર - વર્ષા અડાલજા
►શગ રે સંકોરું - વર્ષા અડાલજા
►મહા માનવ શ્રી કૃષ્ણ - નગીનદાસ સંઘવી
►દેવો ની ભૂમિ - ભોળા ભાઈ પટેલ
►શબ્દલોક - ફાધર વાલેસ
►વાણી તેવુ વર્તન - ફાધર વાલેસ
►મૃત્યુ મરી ગયું - ઉષા શેઠ
►કુંતિ - રજનીકુમાર પંડ્યા.►ઓળખ પરેડ - અશોક દવે
►આંસુ ભીનો ઉજાસ - દિલીપ રાણપુરા
►વિનોદ ની નઝરે - વિનોદ ભટ્ટ
►તણખા મંડળ-- ધૂમકેતુ.►ગુલાબી આરસની લગ્ગી - હરિકૃષ્ણ પાઠક
►રખડુ ટોળી - ગિજુભાઈ બધેકા
►કુરુક્ષેત્ર - ભુપેન્દ્રસિંહ રાઓલ
►૮૦ દિવસ માં પૃથ્વી ની પ્રદક્ષિણા - જુલે વર્નસાહસિકો ની સૃષ્ટિ - જુલે વર્ન મારી જનમટીપ -વીર સાવરકર રંગ બિલોરી કાચના - નાનાભાઈ
►જેબલિયા રેવન્યુ સ્ટેમ્પ-અમૃતા પ્રીતમ વંશવિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે - મોહનલાલ અગ્રવાલ
►મારી સ્મરણયાત્રા - કાકા સાહેબ કાલેલકર
►હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
►આઠમો રંગ - હેમાંશી શેલત
►ખતવણી(વાર્તાઓ) - ઉત્પલ ભાયાણી
►જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા - શિવકુમ.

☉પુસ્તક મગજમા સાબુ નુ કામ કરે છે.

Download Knowledge Power E-Book for All Competitive Exams

Download Knowledge Power E-Book by V.B.Parmar (9824274596):Must Download Knowledge Power E-Bool for All Competitive Exams in Gujarat.This Book is Helpful for All Competitive Exams Like TET,TAT,HTAT,GSSSB,GPSC,Police Bharti etc…

Daily Useful GK Quiz No : 104 Daily Useful GK Quiz No : 104 BY NAVUSIKHO

એક્ષપર્ટ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષામાં દરરોજ મુકવામાં આવતું અગત્યનું જનરલ નોલેજ 5/9/16

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...